WhatsApp ગ્રુપ જોડાવો

નવી ટ્રાફિક દંડ યાદી, નિયમો અને દંડ કેટલો? સંપૂર્ણ માહિતી – Traffic Fine List Gujarat

Traffic Fine List Gujarat 2025 : ગુજરાત સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા traffic rules અને penalty system વિશે માહિતી આપે છે. જો તમે helmet વગર, signal તોડીને, over speed, અથવા seat belt વગર વાહન ચલાવો છો, તો તમને ભારે traffic fine લાગી શકે છે. 2025માં ટ્રાફિક નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે જેથી અકસ્માતો ઘટે અને રોડ સેફ્ટી વધે.

આજથી દેશમાં RTOના નવા નિયમ લાગુ થઇ ગયા છે. લાગુ થયેલા ટ્રાફિકના નવા નિયમોમાં ટ્રાફિકના નિયમો તોડનારને આકરા દંડ થશે. પહેલાં માઈનોરના ડ્રાઈવિંગને કારણે થતી મુશ્કેલીઓને લઈને કોઈ કાયદા ન હતા. હવે બાળકોના પેરન્ટ્સને કે પછી વાહન માલિકને દોષી માનવામાં આવશે.કાર, બાઈક કે પછી અન્ય કોઈ પણ વાહન ચલાવતી સમયે રાખવામાં આવતી બેદરકારી તમને ભારે પડી શકે છે. દેશભરમાં નવા મોટર વ્હીકલ એક્ટ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી લાગૂ થયા છે. તેના આધારે અનેક ભૂલો પર 5 ગણો દંડ કરી દેવામાં આવ્યો છે.

મુખ્ય ટ્રાફિક ઉલ્લંઘન અને દંડની યાદી 2025

  • સામાન્ય દંડ – પહેલાં 100 રૂપિયા હતો હવે 500 રૂપિયા
  • હેલ્મેટ ન પહેરવા પર – પહેલાં 100 રૂપિયા હવે 1000 રૂપિયા દંડ અને સાથે 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ વિના ડ્રાઈવિંગ – પહેલાં 500 રૂપિયા અને હવે 5000 રૂપિયા દંડ
  • ટૂ વ્હીલર પર ઓવરલોડિંગ- પહેલાં 100 રૂપિયા અને હવે 2000 રૂપિયા દંડ/ 3 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ
  • સીટ બેલ્ટ ન લગાવવા પર – પહેલાં 100 રૂપિયા અને હવે 1000 રૂપિયા
  • ડ્રાઈવિંગ સમયે ફોન પર વાત કરવા માટે – પહેલાં 1000 રૂપિયા અને હવે 5000 રૂપિયા દંડ
  • ઓવર સ્પીડ – પહેલાં 400 રૂપિયા, સામાન્ય કાર પર 1-2 હજાર રૂપિયા અને કર્મશિયલ વ્હીકલ પર 2-4 હજાર રૂપિયા અને બીજી વખતમાં લાયસન્સ જપ્ત
  • આડેધડ ડ્રાઈવિંગ – પહેલી વારમાં 6 મહિનાથી 1 વર્ષની જેલ/1-5 હજાર રૂપિયા સુધીનો દંડ, બીજી વારમાં 2 વર્ષની જેલ / 10 હજાર રૂપિયાનો દંડ
  • ડ્રિંક એન્ડ ડ્રાઈવ – પહેલી વારમાં 6 મહિનાની જેલ/ 10 હજારનો દંડ અને બીજી વારમાં 2 વર્ષની જેલ /15 હજારનો દંડ
  • રેસિંગ અને સ્પીડિંગ – પહેલી વારમાં 1 મહિનાની જેલ/500 રૂપિયાનો દંડ, બીજી વારમાં 1 મહિનાની જેલ/10 હજાર રૂપિયાનો દંડ
  • ઈન્શ્યોરન્સ વિના ગાડી ચલાવવી -પહેલી વારમાં 2 હજાર રૂપિયા દંડ/3 મહિનાની જેલ, બીજી વારમાં 4 હજાર રૂપિયાનો દંડ/3 મહિનાની જેલ
  • આપાતકાલીન સેવાની ગાડીમાં રસ્તો ન આપવા માટે – હવેથી 10000 રૂપિયાનો દંડ/6 મહિના સુધીની જેલની સજા અથવા બંને
  • એક્સીડન્ટથી જોડાયેલી ભૂલો – પહેલીવારમાં 6 મહિનાની જેલ/5000 રૂપિયાનો દંડ, બીજી વારમાં 1 વર્ષની જેલ/10 હજારનો દંડ
  • માઈનોરના વ્હીકલ ચલાવવા પર – હવેથી 25 હજારનો દંડ અને સાથે 3 વર્ષની જેલની સજા, વાહનનું રજિસ્ટ્રેશન પણ એક વર્ષ સુધી રદ થઈ શકે છે. 25 વર્ષ પહેલાં ડ્રાઈવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં.

ટ્રાફિક રુલસ કેમ કડક બનાવાયા છે?

ગુજરાતમાં વધતા રોડ અકસ્માતોને ધ્યાનમાં રાખીને સરકારએ Motor Vehicle Act હેઠળ ટ્રાફિક નિયમો વધુ કડક બનાવ્યા છે. આ નિયમોનો હેતુ road safety, accident reduction, અને public discipline વધારવાનો છે.

e-ચલન ચેક અને પેમેન્ટ કેવી રીતે કરવું?

  • વેબસાઇટ: https://echallan.parivahan.gov.in/ અથવા ગુજરાત ટ્રાફિક પોલીસ પોર્ટલ પર જાઓ.
  • વાહન નંબર, ચલન નંબર અથવા લાઇસન્સ નંબર દાખલ કરો.
  • પેમેન્ટ UPI, કાર્ડ અથવા નેટ બેન્કિંગથી કરો (60 દિવસમાં પેમેન્ટ કરવું જરૂરી).
  • રસીદ સેવ કરો.

Leave a Comment