Tata Sierra Price List 2025 : ટાટા મોટર્સે તેની આઇકોનિક SUV ટાટા સિએરાને 22 વર્ષ પછી નવા અવતારમાં ફરીથી લોન્ચ કરી છે. આ SUV 25 નવેમ્બર, 2025ના રોજ ભારતીય બજારમાં આવી, અને તેની શરૂઆતી કિંમત ₹11.49 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. આ કાર કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટમાં Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara જેવા મોડલ્સને ટક્કર આપવા માટે તૈયાર છે. તે 7 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં 3 એન્જિન અને 5 ટ્રાન્સમિશન વિકલ્પો છે. બુકિંગ 16 ડિસેમ્બર, 2025થી શરૂ થશે, અને ડિલિવરી જાન્યુઆરી 2026થી મળશે
જાણો નવા મુખ્ય ફીચર્સ
ટાટા સિએરા પ્રીમિયમ ફીચર્સથી ભરપૂર છે, જેમાં સેગ્મેન્ટ-ફર્સ્ટ તકનીકી છે. તેનું ડિઝાઇન બોક્સી અને મોડર્ન છે, જેમાં 19-ઈંચ અલોય વ્હીલ્સ, ફ્લશ ડોર હેન્ડલ્સ અને LED લાઇટબાર છે. કેબિનમાં ‘Life Space’ ફિલોસોફી છે, જે ખુલ્લું અને હવાદાર અનુભવ આપે છે.
સેફ્ટી અને એડવાન્સ્ડ ફીચર્સ:
6 એરબેગ, ESP (21 ફંક્શન્સ), L2+ ADAS (22 ફીચર્સ: એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન-કીપ એસિસ્ટ, ઓટો ઈમર્જન્સી બ્રેકિંગ).
360° કેમેરા, AR HUD (19 વિઝ્યુઅલ્સ), ટાયર પ્રેશર મોનિટરિંગ.
કમ્ફર્ટ અને એન્ટરટેઇન્મેન્ટ:
ટ્રિપલ 12.3-ઈંચ સ્ક્રીન્સ (ઇન્ફોটેઇન્મેન્ટ, ડ્રાઇવર ડિસ્પ્લે, પેસેન્જર), 5G કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર.
12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ Dolby Atmos સાથે (13 મોડ્સ), પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, 6-વે પાવર ડ્રાઇવર સીટ.
ડ્યુઅલ-ઝોન AC, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, કન્નેક્ટેડ કાર ટેક.
Tata Sierra ના બધા વેરિયન્ટ્સ માટે કિંમતો
Tata Motors એ Sierra ના બધા વેરિયન્ટ્સ બજારમાં લોન્ચ કર્યા છે. Tata ની આ નવી કાર Smart Plus, Pure, Pure Plus, Adventure, Adventure Plus, Accomplished અને Accomplished Plus મોડલમાં લોન્ચ કરવામાં આવી છે.
Tata Sierra ના સ્માર્ટ પ્લસ વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. જે MT સાથે આવે છે. આ પેટ્રોલ વેરિઅન્ટની કિંમત (એક્સ-શોરૂમ) 11.49 લાખ છે. અને ડીઝલ મોડલની કિંમત 12.99 લાખ છે.
ટાટા સિએરા પ્યોર વેરિઅન્ટમાં 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન MT અને DCA ટ્રાન્સમિશન સાથે આવે છે જેની કિંમત અનુક્રમે 12.99 લાખ અને 14.49 લાખ છે. અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT અને AT ટ્રાન્સમિશન સાથે આવે છે, જેની કિંમત અનુક્રમે 14.49 લાખ અને 15.99 લાખ છે.
મુખ્ય ફીચર્સ:
- એક્સ્ટિરિયર: સ્લિમ 17mm bi-LED હેડલેમ્પ્સ, LED DRLs, ફ્લશ ડોર હેન્ડલ્સ, સિક્વેન્શિયલ ટર્ન ઇન્ડિકેટર્સ, 19-ઇંચ અલોય વ્હીલ્સ (ટોપમાં), બ્લેક્આઉટ રૂફ અને રૂફ રેલ્સ.
- ઇન્ટિરિયર: ટ્રિપલ 12.3-ઇંચ ડિસ્પ્લે (ઇન્ફોટેઇનમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, AC કંટ્રોલ), વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, મેમરી ફંક્શન વાળી ડ્રાઇવર સીટ, બોસ મોડ, રિક્લાઇનિંગ રીયર સીટ્સ, ડ્યુઅલ-ઝોન AC, કૂલ્ડ ગ્લોવબોક્સ, રીયર AC વેન્ટ્સ, રીયર સનશેડ્સ અને પેનોરેમિક સનરૂફ (1525mm x 925mm, સેગમેન્ટની સૌથી મોટી).
- ઇન્ફોટેઇનમેન્ટ: 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ સાથે Dolby Atmos, SonicShaft સાઉન્ડબાર, 18 સાઉન્ડ મોડ્સ, કનેક્ટેડ કાર ટેક અને પેડલ શિફ્ટર્સ (આટોમેટિકમાં).
- સેફ્ટી: 6 એરબેગ્સ, ABS with EBD, ESC (21 ફંક્શન્સ સાથે), હિલ-હોલ્ડ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, 360° કેમેરા, L2+ ADAS (ટોપમાં: એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપ અસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટરિંગ, ઓટો ઇમર્જન્સી બ્રેકિંગ – 22 ફીચર્સ)
ટોપ-ઓફ-ધ-લાઇન મોડલ્સની કિંમત
નોંધનીય છે કે, ટાટા મોટર્સે ટાટા સિએરાના Accomplished વેરિઅન્ટ 1.5-લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન અને 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. જ્યારે 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન અને 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. ટાટા સિએરાનું Accomplished Plus વેરિઅન્ટ 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન MT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. જ્યારે 1.5-લિટર ક્રાયોજેટ ડીઝલ એન્જિન અને 1.5-લિટર હાઇપરિયન પેટ્રોલ એન્જિન AT ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. પરતું હજુ સુધી આ ટોપ-ઓફ-ધ-લાઇન મોડલ્સની કિંમત જાહેર કરી નથી.