Gujarat Police Recruitment 2026: ગુજરાતમાં ખાખી પહેરવાનું સપનું જોતા લાખો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા PSI અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીનું શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.
પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ, ઉમેદવારો પોતાના કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. આ માટે ઉમેદવારોએ ઓજસ (OJAS) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
13,591 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્ત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
શારીરિક કસોટી ક્યારે શરૂ થશે?
GPRB દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ PSI અને LRDની શારીરિક કસોટી 21 જાન્યુઆરી 2026થી શરૂ થશે.
કોલ લેટર ક્યારે અને ક્યાંથી ડાઉનલોડ કરી શકશો ?
શારીરિક કસોટીમાં હાજર રહેવા માટે ઉમેદવારોને કોલ લેટર ફરજિયાત રહેશે. ઉમેદવારો પોતાનું કોલ લેટર 12 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2:00 વાગ્યા બાદ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે.
શારીરિક કસોટી માટે જરૂરી બાબતો
- કોલ લેટરની પ્રિન્ટ કૉપી સાથે લાવવી
- ઓરિજિનલ ઓળખપત્ર (આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર વગેરે)
- પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
- સમયસર પરીક્ષા સ્થળે પહોંચવું
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરશો?
- સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો
- “Call Letter” વિભાગમાં જાઓ
- PSI/LRD Call Letter લિંક પર ક્લિક કરો
- Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો
- “Print Call Letter” પર ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો