WhatsApp ગ્રુપ જોડાવો

ગુજરાત પોલીસ વિભાગમાં 13591 જગ્યામાં મોટીબમ્પર ભરતી, જાણો અરજીની છેલ્લી તારીખ -Gujarat police Bharti

Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે શુક્રવારે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર, 2025થી OJAS પોર્ટલ પર શરૂ થશે.

ગુજરાત પોલીસમાં મોટી ભરતી : PSI-858 અને LRD-12,733 જગ્યાઓ

રાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડો મજબૂત બનાવવા અને ખાલી જગ્યાઓ ભરવા માટે વિશાળ પ્રમાણમાં ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી PSI અને લોકરક્ષક બંને કેડર માટે છે, જેનો લાભ હજારો તૈયારી કરતા યુવાનોને મળશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ નિરજા ગોટરૂ (IPS) તથા પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્વારા જાહેરાત મુજબ કુલ 13,591 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ રહી છે.

જગ્યાઓનું વિભાજન:

કેડરપદનું નામજગ્યાઓની સંખ્યા
PSI કેડરબિન-હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર
659
હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર

129
જેલર ગ્રુપ-270
કુલ PSI858
LRD કેડરબિન-હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
6942
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
2458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)
3002
જેલ સિપાહી (પુરુષ)300
જેલ સિપાહી (મહિલા/મેટ્રન)
31
કુલ LRD12733

અરજી કેવી રીતે કરવી:

  • અધિકૃત વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • “New Registration” પર ક્લિક કરીને રજિસ્ટર કરો (જો પહેલેથી રજિસ્ટર્ડ નથી).
  • GPRB ભરતી 2025-26 માટેની જાહેરાત પસંદ કરો.
  • ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો (ફોટો, સિગ્નેચર, શૈક્ષણિક પ્રમાણપત્રો) અપલોડ કરો.
  • ફી ભરો (કેટેગરી અનુસાર: જનરલ/SC/ST/OBC માટે અલગ) અને અરજી સબમિટ કરો.
  • પ્રિન્ટઆઉટ રાખો.


શૈક્ષણિક લાયકાત:

  • PSI/જેલર: ગ્રેજ્યુએશન (અંગ્રેજી/ગુજરાતીમાં).
  • કોન્સ્ટેબલ/સિપાહી: 12મું (HSC) પાસ.
  • ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ (SC/ST/OBC/PH માટે છૂટછાટ લાગુ).
  • શારીરિક માપદંડ: PST/PET (ઊંચાઈ, વજન, દોડ વગેરે) પાસ કરવાના.
  • વધુ વિગતો માટે અધિકૃત નોટિફિકેશન PDF ડાઉનલોડ કરો: GPRB નોટિફિકેશન PDF.

મહત્વની છેલ્લી તારીખ

  • ઓનલાઈન અરજી શરૂ: 3 ડિસેમ્બર 2025 (બપોરે 1:00 વાગ્યાથી)
  • અરજીની છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી)

પસંદગી પ્રક્રિયા:

  • પ્રિલિમ્સ/ટિપ્પણી: લેખિત પરીક્ષા (ઓબ્જેક્ટિવ).
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષા (PET): દોડ, લાંબી કૂદ, વગેરે.
  • શારીરિક માપદંડ પરીક્ષા (PST): ઊંચાઈ, છાતી વગેરે.
  • મેડિકલ ટેસ્ટ અને દસ્તાવેજીકરણ.

Leave a Comment