Ethiopia Volcano Ash: બહારથી 4000 કિમી દૂર આવેલા ઇથોપિયામાં અચાનક ફાટેલા જ્વાળામુખીની અસર ભારતના ઉત્તરના રાજ્યોથી લઈ દિલ્હી ને છેક ગુજરાત સુધી થઈ. ત્યાં સુધી કે એરલાઇન્સને ફ્લાઇટ ડિલે કે રદ્દ કારવવાની ફરજ પડી તો આ રાખ છેક ભારત સુધી હવાના માધ્યમથી કેવી રીતે આવી?
23 નવેમ્બર 2025 ના રોજ સવારે લગભગ 8:30 વાગ્યે આ જ્વાળામુખી ફાટ્યો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે રાખ અને વાયુઓનો વિશાળ ગોળ ગોળ ભાગ 14-15 કિલોમીટરની ઊંચાઈએ પહોંચ્યો. એટલે કે લગભગ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં બમણું! એક રહેવાસીએ કહ્યું, “એવું લાગ્યું કે જાણે કોઈ મોટો બોમ્બ ફૂટ્યો હોય. પૃથ્વી ધ્રુજી ગઈ, અને ધુમાડો અને રાખના લીધે બધુ ઢંકાઈ ગયું.” અફાર પ્રદેશ પહેલાથી જ ભૂકંપ માટે સંવેદનશીલ છે અને આ તાજેતરનો વિસ્ફોટ આફ્રિકન રિફ્ટ વેલીનો એક ભાગ હતો. જ્યાં ટેક્ટોનિક પ્લેટો (પૃથ્વીના સ્તરો) અલગ થઈ રહ્યા છે. ગ્રેટ રિફ્ટ વેલી “આફ્રિકાના ઘા” તરીકે ઓળખાય છે.
જ્વાળામુખીનું ફાટવું ભુગોળ :
ઇથોપિયાના અફાર પ્રદેશને વિશ્વના સૌથી ગરમ અને સૂકા પ્રદેશોમાંનો એક માનવામાં આવે છે. જ્યાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. દાનાકિલ રણમાં સ્થિત, Hayli Gubbi જ્વાળામુખી એક ઢાલ જ્વાળામુખી છે. એટલે કે એક એવો જ્વાળામુખી જે પહોળો અને સપાટ છે, મોટા ઢાલની જેમ. વૈજ્ઞાનિકોના મતે તેનો છેલ્લો વિસ્ફોટ હોલોસીન (લગભગ 12,000 વર્ષ પહેલાં) દરમિયાન થયો હતો. જ્યારે છેલ્લો હિમયુગ સમાપ્ત થઈ રહ્યો હતો.
જ્વાળામુખી ફાટવાનું વૈજ્ઞાનિક મહત્ત્વ જાણો
- હેલી ગુબ્બી, અફાર રિફ્ટનો એક ભાગ છે. આ એક એવો વિસ્તાર છે, જ્યાં પૃથ્વીની ટેક્ટોનિક પ્લેટો સતત ખસી રહી છે. આ ક્ષેત્રના અન્ય જ્વાળામુખી, જેમ કે એર્ટા એલેને પહેલેથી જ સતત મોનિટર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં હેલી ગુબ્બીની અચાનક સક્રિયતા એ પ્રશ્ન ઊભો કરે છે કે પૃથ્વીની અંદર મેગ્મામાં કયા ઊંડા ફેરફારો થઈ રહ્યા છે.
- આ ઘટના આંતરરાષ્ટ્રીય ઉપગ્રહ પ્રણાલી અને સરહદ પારથી બહાર પડતી રાખ સંબંધિત ચેતવણીઓના મહત્ત્વને પણ સામે લાવે છે. જ્વાળામુખીની રાખ હજારો કિલોમીટર દૂર સુધી જઈ શકે છે, તેથી ઘણા દેશોની એજન્સીઓ મળીને એનું ટ્રેકિંગ કરી રહી છે.
- સંશોધકો હવે હેલી ગુબ્બીને ભવિષ્યના અભ્યાસ માટેના એક મુખ્ય સ્થળ તરીકે જોઈ રહ્યા છે. તેઓ એ સમજવાનો પ્રયાસ કરશે કે હજારો વર્ષ શાંત રહ્યા પછી આ જ્વાળામુખી હવે શા માટે સક્રિય થયો. આ પ્રકારના અભ્યાસો ટેક્ટોનિક રિફ્ટવાળા વિસ્તારોમાં સ્થિત શીલ્ડ જ્વાળામુખીના વર્તન વિશે નવા સંકેતો આપી શકે છે.
ભારત પર અસર: ફ્લાઇટ્સ બંધ, હવાની ગુણવત્તા બગડી
ભારતમાં રાખના કારણે પહેલી અસર હવાઈ મુસાફરી પર પડી છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ બધી એરલાઇન્સને ચેતવણી આપી છે કારણ કે રાખ એન્જિનમાં અવરોધ લાવી શકે છે.
- કોચીથી દુબઈ અને જેદ્દાહ જતી બે ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
- KLM ની એમ્સ્ટરડેમ-દિલ્હી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.
- ઇન્ડિગો, એર ઇન્ડિયા અને અકાસા એર દ્વારા જેદ્દાહ, કુવૈત અને અબુ ધાબી જવાના રૂટ સ્થગિત કરવામાં આવ્યા છે.
- મુંબઈમાં આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પાકિસ્તાની હવાઈ ક્ષેત્ર દ્વારા રૂટ ડાયવર્ટ કર્યા છે.
ઇથોપિયાના હેયલી ગુબ્બી જ્વાળામુખીનું વર્ણન
ઇથોપિયાના આફાર વિસ્તારમાં આવેલું હેયલી ગુબ્બી (Hayli Gubbi) જ્વાળામુખી, જે લગભગ 500 મીટર ઊંચું છે, 23 નવેમ્બર, 2025ના રોજ લગભગ 12,000 વર્ષ પછી પ્રથમ વખત ધમાકા થયું. આ જ્વાળામુખી ઇસ્ટ આફ્રિકન રિફ્ટ વેલીમાં આવે છે, જ્યાં આફ્રિકન, અરેબિયન અને સોમાલી ટેક્ટોનિક પ્લેટ્સ અલગ થઈ રહી છે, જેના કારણે ભૂકંપ અને જ્વાળામુખી વારંવાર થાય છે.
ધમાકાની વિગતો:
- ધુમાડો અને રાખ: જ્વાળામુખીએ 9 માઇલ (14 કિમી) ઊંચો ધુમાડો ઉચ્છાળ્યો, જે રેડ સી પસાર થઈ યેમન, ઓમાન, ભારત અને પાકિસ્તાન સુધી પહોંચ્યો. આના કારણે ભારતમાં વિમાનની ઉડાનોમાં વિલંબ અને રદ્દી થઈ.
- સ્થાનિક અસર: આસપાસના ગામોમાં રાખ વરસી ગઈ, જેનાથી પશુઓને ખોરાકની તંગી પડી, પરંતુ હજુ સુધી કોઈ જીવનહાનિ નથી. એક રહેવાસી અહમદ અબ્દેલાએ કહ્યું, “આ એક અચાનક બોમ્બ જેવું લાગ્યું, ધુમાડો અને રાખ સાથે.”
- ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: આ જ્વાળામુખી 8,200 વર્ષ જૂના સેડિમેન્ટ પર આધારિત છે, અને તેનું પાછલું ધમાકા આઇસ એજ પછીનું માનવામાં આવે છે.