WhatsApp ગ્રુપ જોડાવો

હવે બસનુ ટાઈમ ટેબલ અને લાઈવ ટ્રેકિંગ મોબાઈલમાં જુઓ – GSRTC Bus Time Table 2025

GSRTC Bus Time Table 2025 :- ગુજરાતના બસ મુસાફરો માટે મોટી ખુશખબર! હવે GSRTC (Gujarat State Road Transport Corporation)એ બસની સમયસૂચિ અને લાઈવ ટ્રેકિંગની સંપૂર્ણ સ્માર્ટ સેવા શરૂ કરી છે. મુસાફરો હવે ઘરે બેઠા જ પોતાના મોબાઈલમાં બસ ક્યારે આવશે, ક્યાં પહોંચી છે, કેટલો વિલંબ છે અને ભાડું કેટલું છે તે બધું જોઈ શકે છે.

GSRTC બસ ટાઇમ ટેબલ અને લાઇવ ટ્રેકિંગ મોબાઇલમાં જુઓ – 2025 અપડેટ

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)ની બસોનું ટાઇમ ટેબલ સમયપત્રક અને રીઅલ-ટાઇમ લાઇવ ટ્રેકિંગ હવે તમારા મોબાઇલમાં સરળતાથી જોઈ શકો છો. 2025માં GSRTCની 8,000થી વધુ બસોમાં GPS સિસ્ટમ છે, જેથી ટ્રેકિંગ અને શેડ્યૂલ મેળવવું વધુ સરળ બન્યું છે.

કેવી રીતે ચેક કરશો બસની ટાઈમિંગ ઑનલાઈન?

GSRTCની અધિકૃત વેબસાઈટ https://gsrtc.in પર જાઓ. ત્યાં “Online Bus Search / Time Table” વિકલ્પ પસંદ કરો. પછી તમારું From Station, To Station, અને Journey Date દાખલ કરો. “Search” ક્લિક કરતાં જ સ્ક્રીન પર આવશે બસની સંપૂર્ણ માહિતી. બસનો પ્રકાર (Express, Sleeper, Volvo, Gurjarnagri), Departure Time, Arrival Time, Duration, Fare અને Seat Availability સહિતની માહિતી.

લાઈવ ટ્રેકિંગ સુવિધા પણ ઉપલબ્ધ

હવે GSRTCની નવી મોબાઈલ એપમાં મુસાફરો પોતાની બસનું Live Location Tracking પણ જોઈ શકે છે. બસ ક્યાં પહોંચી છે, કેટલો સમય બાકી છે, અને આગામી સ્ટોપ કયો છે તેની લાઈવ માહિતી તરત જ મોબાઈલ પર દેખાશે. આથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે.

GSRTCની મોબાઈલ એપ – ડિજિટલ મુસાફરીનો નવો અનુભવ

GSRTCની એપ Google Play Store પર ઉપલબ્ધ છે. તેમાં મુસાફરોને મળશે – Online Ticket Booking, Bus Cancellation, Live Route Map, અને Delay Alert Notification જેવી સુવિધાઓ. એપમાં બસની ટિકિટ ઑનલાઈન બુક કરી શકાય છે અને QR કોડ વડે ડિજિટલ એન્ટ્રી કરી શકાય છે.

GSRTC Live Bus Status શું છે?

GSRTC Live Bus Status એટલે બસ હાલ ક્યાં ચાલી રહી છે તેનું real-time location, અને કેટલાક routes/stations માટે ETA (Estimated Time of Arrival) જોવા મળવી. GSRTC ની tracking system GPS આધારિત હોય છે, એટલે route પર bus GPS signal ઉપલબ્ધ હોય તો live location દેખાય છે.


Leave a Comment